હાલમાં બનેલી કે ચોંકાવનારી ઘટના સામે આવી છે. લિફ્ટમાં ગરદન ફસાઈ જતા 32 વર્ષના વેપારીનું કરુણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર વેપારી પોતાની દુકાનના ત્રીજા માળે કેટલીક વસ્તુઓ લેવા ગયા હતા. આ દરમિયાન લિફ્ટ અચાનક નીચે આવી જતાં વેપારીની ગરદન લિફ્ટમાં ફસાઈ ગઈ હતી.
ત્યાં હાજર લોકો તેને બચાવવા આવે તે પહેલાં તો વેપારીનું કરુણ મૃત્યુ થયું છે. આ ઘટના ભીલવાડામાં બની છે. મળતી માહિતી અનુસાર મનીષભાઈ નામના વ્યક્તિ ચાર માળની મેડિકલ અને જનરલ સ્ટોરની દુકાન ચલાવતા હતા.
મળતી માહિતી અનુસાર મનીષભાઈ શનિવારના રોજ સામાન લેવા માટે દુકાનમાં ત્રીજા માળે ગયા હતા. ત્યારે અચાનક જ લિફ્ટ નીચે આવી ગઈ હતી આ કારણસર મનિષભાઇની ગરદન લિફ્ટમાં ફસાઈ ગઈ હતી. મનીષભાઈની બૂમ સાંભળીને ત્યાં હાજર અન્ય લોકો ત્યાં આવી ગયા હતા.
અને મનીષભાઈને બહાર કાઢવાના પ્રયાસો શરુ કર્યા પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ ઘટનામાં ઘટનાસ્થળે મનીષભાઈનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.
મનીષભાઈ ના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. તેઓને ચાર વર્ષની એક પુત્રી છે. જ્યારે આ ઘટના બની ત્યારે મનીષભાઈ લિફ્ટમાં એકલા હતા. મનીષભાઈ ના મૃત્યુના કારણે બાળકોએ પોતાની પિતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર ઘટનાને લઇને પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment