ઉપલેટાના મોટી પાનેલી-સીદસર રોડ પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ત્રણ લોકોને કાળ ભેટી ગયો છે. મળતી માહિતી અનુસાર અહીં મારુતિ વાન અને ક્રેટ કાર સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં 10 જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટના બન્યા બાદ બીજા ગેસ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મારુતિ વાન ચાલકનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર ઉપલેટા તરફ આવી રહેલી GJ 10 AS 0427 નંબરની મારુતિ વાન અને ખંભાળિયા તરફ જઇ રહેલી GJ 05 RM 8825 નંબરની ક્રેટ કાર સામસામે અથડાઇ હતી.
મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં બંને કારમાં સવાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બનતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી રીતે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મારુતિ વાહનચાલક અતુલભાઈનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં 10 ઇજાગ્રસ્ત વ્યક્તિઓમાંથી ત્રણ લોકોના કરૂણ મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં વાહનચાલક અતુલ ભાઈનું મૃત્યુ થયું છે.
ઉપરાંત 74 વર્ષીય શાંતાબેન અમૃતલાલ મહેતા અને 70 વર્ષીય મંજુબેન મનસુખભાઈ મહેતાનું આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ થયું છે. ઘટના બન્યા બાદ હાઇવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત કોની ભૂલના કારણે થયો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment