હાલમાં બનેલી એક કરૂણ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 3 લોકોના કરૂણ મૃત્યુ થયા છે અને 1 મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. મળતી માહિતી અનુસાર દીકરાના જન્મ દિવસની ઉજવણી કરવા માટે ગામેથી કુળદેવી પૂજા કરીને પરિવાર ઘરે પરત ફરી રહ્યું હતું.
ત્યારે રસ્તામાં તેમનું અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પિતા, પુત્ર અને પુત્રીનું મૃત્યુ થયું છે. જ્યારે અકસ્માતમાં માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેઓને સારવાર માટે નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બુધવારના રોજ રાત્રે બની હતી.
ગુરુવારે એક સાથે ત્રણ અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું. પોલીસ તપાસ અનુસાર મળતી માહિતી અનુસાર, મુળ દુનાવા ગામના રહેવાસી 38 વર્ષીય ધર્મેન્દ્ર શિવહેર પોતાના દીકરા નો જન્મદિવસ હોવાથી ગામેથી કુળદેવીની પૂજા કરવા પોતાની MP 04 CA 8055 નંબરની કાર લઈને દુનાવા ગયા હતા.
તેમની સાથે તેમની પત્ની રીના (ઉંમર 38 વર્ષ), પુત્રી મુસ્કાન (ઉંમર 18 વર્ષ), પુત્ર તનીશ (ઉંમર 13 વર્ષ) હતા. મળતી માહિતી અનુસાર તેઓ કુળદેવીની પૂજા કરીને રાત્રે કામથ પરત ફરી રહ્યા હતા. ત્યારે ખેરવાણી ગામ પાસે એક MP 09 CN 7482 નંબરની બોલેરો કારે ધર્મેન્દ્ર ભાઈની કારને જબરદસ્ત ટક્કર લગાવી હતી.
આ ઘટનામાં ધર્મેન્દ્ર ભાઈનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત મુસ્કાન, તનિશ અને રીનાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
તેમાં પુત્રી મુસ્કાન અને પુત્ર તનીશે હોસ્પિટલમાં આવ્યા બાદ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે પત્ની રીના ની હાલત ખુબ જ નાજુક છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment