હિટ એન્ડ રન : ધોરણ 9માં ભણતા કારચાલક વિદ્યાર્થીએ કારને ફૂટપાથ પર સુતેલા લોકો પર ચડાવી દીધી, 4 લોકોના કારણે મૃત્યુ…

તેલંગાણાના હૈદરાબાદમાં બનેલી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં એક કારચાલકે કાર ફૂટપાથ પર ચડાવી દીધી હતી અને ફૂટપાથ પર સૂતેલા શ્રમિકોને અડફેટેમાં લીધા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કુલ 4 લોકોના મૃત્યુ થયા છે.

જેમાં એક 14 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર 9માં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કાર ચલાવી રહ્યો હતો. આ અકસ્માત સવારના 6.50 વાગ્યાની આસપાસ બન્યો હતો.

મળતી માહિતી અનુસાર વાતાવરણમાં વધારે ધુમ્મસ હોવાના કારણે ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીઓએ કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. ત્યારબાદ ફૂટપાથ પર સૂતા શ્રમિકો પર કાર ચડી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય 3 વ્યક્તિઓને હોસ્પિટલ લઇ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં જ તેઓનું કરુણ મૃત્યુ થયું હતું. આ ઘટનામાં એક 14 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર કારચાલક વિદ્યાર્થીએ બ્રેકની જગ્યાએ એક્સીલેટર દબાવી દીધું હતું તેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. જ્યારે અકસ્માત બન્યો ત્યારે વિદ્યાર્થિની સાથે તેના બે મિત્રો પણ કારમાં હાજર હતા.

અકસ્માત બન્યા બાદ બધા ગાડી મુકીને ત્યાંથી ભાગી ગયા હતા. અકસ્માત બન્યા બાદ પોલીસે ત્રણેય બાળકો ને પકડી પાડયા હતા. સાથે કાર ચાલક બાળકના બાળકના પિતાની પણ પૂછપરછ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*