વડોદરામાં ઓફિસેથી ઘરે જવા નીકળેલા યુવાનને અજાણ્યા વાહનચાલકે લગાવી જબરદસ્ત ટક્કર – યુવાનનું મૃત્યુ

Published on: 9:35 am, Sun, 30 January 22

વડોદરામાં બનેલી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર વડોદરામાં ઘરેથી ઓફિસના કામે બહાર જવા નીકળેલા યુવાનને હાઈવે પર અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં યુવાનનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માત ના સીસીટીવી ફૂટેજ મેળવી ને અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવાન હરિશ્ચંદ્ર ચૌહાણ શ્રી કુંજ રેસીડેન્સી, વનચેતના કેન્દ્ર પાસે પોતાના પરિવાર સાથે રહેતો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવાનનું નામ મહિપાલ સિંહ હતું. મૃત્યુ પામેલા યુવાનને ઉંમર 23 વર્ષની હતી અને તે પરિવારમાં પોતાના ભાઇઓમાં સૌથી નાનો હતો.

મળતી માહિતી અનુસાર તે અઘોરા સિટીમાં બેકર મશીનનો કોન્ટ્રાક્ટ ચલાવતો હતો. આ અકસ્માતની ઘટના શુક્રવારના રોજ સાંજે 10 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર મહિપાલસિંહ 7:15 પોતાના મોટાભાઈને કામેથી ઓફિસે જઈને આવું તેમ કહીને બાઇક લઇને નીકળ્યો હતો.

ત્યારે દસ વાગ્યાની આસપાસ નેપાલ સિંહ ના ફોનમાંથી તેના ભાઈને ફોન આવ્યો હતો કે, અમદાવાદ થી સુરત જવાના રસ્તા પર મહિપાલસિંહ નો અકસ્માત થયો છે. મળતી માહિતી અનુસાર એક અજાણ્યા વાહન ચાલક મહિપાલસિંહની બાઈકની જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં મહિપાલસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર તેમનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયું હતું. મહિપાલસિંહ બાઇકને જબરદસ્ત ટક્કર લગાવીને અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી રફુચક્કર થઇ ગયો હતો.

આ સમગ્ર ઘટનાને લઇને મહિપાલસિંહ ના ભાઈ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!v

Be the first to comment on "વડોદરામાં ઓફિસેથી ઘરે જવા નીકળેલા યુવાનને અજાણ્યા વાહનચાલકે લગાવી જબરદસ્ત ટક્કર – યુવાનનું મૃત્યુ"

Leave a comment

Your email address will not be published.


*