થોડાક દિવસો પહેલા કેનેડા-યુએસ બોર્ડર પર માઈનસ માસ્ટર 35 ડિગ્રી ઠંડીમાં થીજી જતા પટેલ પરિવારના 4 સભ્યોના મૃત્યુ થયા હતા. મૃત્યુ પામેલા પટેલ પરિવારના સભ્યો કલોલ તાલુકાના ડીગુચ ગામના રહેવાસી હતા. હાલમાં તેમના મૃતદેહને કેનેડાથી કલોલ લાવવા માટેની પ્રક્રિયાઓ ચાલી રહી છે.
આ ઘટના બન્યા બાદ કેનેડા પોલીસે મૃતકના પરિવારનો સંપર્ક કર્યો હોવાની પણ વિગતો સામે આવી છે. આ ઉપરાંત મૃત્યુ પામેલા લોકોના કેનેડામાં રહેતા સગા સંબંધીઓને પણ પોલીસે પૂછપરછ કરી છે. હવે ચારેય મૃતદેહને ભારતમાં લાવવામાં આવે કે કેનેડામાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે.
મળતી માહિતી અનુસાર એક એજન્ટ 11 લોકોને લઈને કેનેડાથી અમેરિકાની બોર્ડર તરફ જવા નીકળ્યો હતો. સતત 11 કિલોમીટર સુધી માહિતી 35 દીકરી મા લોકો બોર્ડર ક્રોસ કરવા માટે ચાલ્યા હતા. પરંતુ ભારે બરફ પથરાઇ જવાના કારણે એજન્ટ સહિત સાત લોકો બોર્ડર ક્રોસ કરી નાખી હતી.
મૃત્યુ પામેલા ચાર લોકો પાછળ રહી ગયા હતા અને તેઓ રસ્તો ભટકી ગયા હતા. રસ્તો શોધતા-શોધતા આ લોકો બરફમાં ફસાઈ ગયા અને ભારે ઠંડીમાં થીજી ગયા હતા. તેમાં કારણે તેનું કરૂણ મૃત્યુ થયું હતું.
આ ઉપરાંત બોડર ક્રોસ કરી રહેલા સાત લોકોને અમેરિકન પોલીસે પકડી લીધા હતા અને ઉપરાંત એજન્ટની પણ ધરપકડ કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ ગુજરાતીઓ રડી પડ્યા હતા.
ઉપરાંત કેનેડામાં વસતા ગુજરાતીઓએ ચારેય મૃત્યુ પામેલા ગુજરાતીઓ માટે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત મૃત્યુ પામેલા ગુજરાતીઓના આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ ઓનલાઇન મીટીંગ પર હેમંત શાહ, આશા પટેલ, અનિલ થાનકીએ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment