વડોદરામાં એક 17 વર્ષના વિદ્યાર્થીએ મિત્રના ફ્લેટના પાંચમા માળેથી કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના…

હાલમાં વડોદરામાં બનેલી ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક 17 વર્ષના વિદ્યાર્થીએ પાંચમા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયર માં અભ્યાસ કરતા 17 વર્ષીય મયુર શીર્ષદે પોતાના મિત્રના એપાર્ટમેન્ટમાંથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ ઘટના બનતા જ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર મયુરે મોડી રાત્રે પોતાના મિત્ર ના ઘરે જઈને પાંચમા માળેથી છલાંગ લગાવી હતી.

મયુરે આવું શા માટે કર્યું તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યું નથી. હાલમાં પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો મયુર વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી 789, ગોકુળનગરમાં રહેતો હતો.

તેને ગઇકાલે મોડી સાંજે ગોત્રી રોડ પર આવેલા શિવાલય હાઇટ્સમાં પાંચમા માળે રહેતા પોતાના મિત્રના ઘરે ગયો હતો. લગભગ તેને સાત વાગ્યાની આસપાસ પાંચમા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ ઘટના બનતા જ મયુરના મિત્ર ના પરિવાર સહિત બિલ્ડિંગના લોકો નીચે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મયુરના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી ત્યારબાદ મયુર ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. મયુરી પગલું શા માટે ભર્યું તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*