ગાંધીનગરમાં એક ડોક્ટરે એટ્રાક્યુરીયમ ઈન્જેક્શન લગાવી પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર મામલો શું છે

હાલમાં રાજ્યમાં જીવન ટૂંકાવવાની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. લોકોને બચાવનાર એક ડોક્ટરે જ પોતાનું જીવન ટુંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર ગાંધીનગર સિવિલમાં ફરજ બજાવતા એનેસ્થેટિસ્ટ તબીબે જાતે જ એટ્રાક્યુરીયમ ઇન્જેક્શન લગાવીને પોતાનું જીવન ટુંકાવ્યું છે.

મળતી માહિતી અનુસાર ડોક્ટરે સિવિલ કેમ્પસમાં આવેલી પીજી હોસ્ટેલના સાતમા માળે રૂમમાં પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચે આવી હતી.

મૃત્યુ પામેલા ડોક્ટરનું નામ વિનયકુમાર હરેશભાઈ જાની હતું. મળતી માહિતી અનુસાર વિનયકુમાર ગાંધીનગર મેડીકલ કોલેજમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા હતા અને તેઓ એનેસ્થેટિસ્ટ તબીબનો અભ્યાસ કરતા હતો.

જ્યારે આ ઘટના બની ત્યારે તબીબને સ્ટાફના અને અનેક લોકો સવારથી સંપર્ક કરી રહ્યા હતા. પરંતુ વિનયકુમારનો સંપર્ક થયો નહીં. જેને લઇને વિનયકુમારની રૂમ ઉપર તપાસ કરવા માટે લોકો ગયા હતા ત્યારે તેમની મૃતદેહ ત્યાંથી મળી આવ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃત્યુ પામેલા વિનય કુમાર નું મૂળ વતન ઉજા પાસે આવેલા મુક્તુપુર ગામ છે. પરંતુ તેઓ વર્ષો પહેલા સુરત સ્થાયી થયા હતા.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વિનય કુમાર અભ્યાસ દરમિયાન રેસીડેન્સી તબીબને એક થીશિસ તૈયાર કરવાનો હોય છે. પરંતુ તેના થીસીસમાં સત્તાધીશો સહી કરતા ન હતા. પરિણામે વિનયકુમાર ડિપ્રેશનમાં આવી ગયા અને તેમણે આ પગલું ભર્યું તેવું માનવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*