ગુજરાત રાજ્ય ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર,ધો.10-12 બોર્ડની પરીક્ષાની નવી તારીખો થઈ જાહેર

ગુજરાત રાજ્ય ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા કેટલીક પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા 28 માર્ચ થી 12 એપ્રિલ સુધી લેવાશે.

જ્યારે ધોરણ 9 અને 11 ની વાર્ષિક પરીક્ષા 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધી લેવાશે તો વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 2 માર્ચ થી 12 માર્ચ સુધી લેવાશે. જ્યારે ઉનાળુ વેકેશન 9 મે થી 12 જૂન સુધી રહેશે.

2022-23 નું નવું શૈક્ષણિક વર્ષ 13 જૂનથી શરૂ થશે.કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો છે.

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિતમાં, શૈક્ષણિક વર્ષ 2021-22 માં હવે પછી લેનાર ધોરણ 9 થી 12 ની બીજી પરીક્ષા/પિલીમ પરીક્ષા,

ધોરણ-10 અને 12 ની બોર્ડની પરીક્ષા, પ્રાયોગિક પરીક્ષા તેમજ ધોરણ 9 અને 11 ની વાર્ષિક પરીક્ષાની તારીખ લંબાવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે વધારે સમય મળી શકે તે માટે બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરીને આ પરીક્ષાઓ બે અઠવાડિયા જેટલી પાછળ લઈ જવાનો વિદ્યાર્થી હિત લક્ષી નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવેલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*