આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે વલસાડ માં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર વલસાડના ધમડાચી પીરૂ ફળિયા પાસે કન્ટેનર અને ટ્રેલર વચ્ચે જબરદસ્ત ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
જેમાં કન્ટેનર ચાલક કેબિનની અંદર ફસાઈ ગયો હતો ભારે જહેમત બાદ તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં કન્ટેનર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી.
અકસ્માતના કારણે મુંબઈ-સુરત હાઈવે જામ થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર દહેજથી NEG કેમિકલ ભરી સેલવાસ તરફ જતું GJ 16 AU 9425 નંબરનું ટેન્કર આગળ ચાલતા GJ 5 CU 4422 ના ટ્રેલર ચાલકે અચાનક બ્રેક લગાવી હતી તેના કારણે પાછળથી આવી રહેલું કન્ટેનરની અંદર ઘૂસી ગયું હતું.
વલસાડમાં ટ્રેલર અને કન્ટેનર વચ્ચે જબરદસ્ત કરતા સર્જાયો ગંભીર અકસ્માત, ચાલક ફસાયો કેબિનમાં… pic.twitter.com/GYApQV9RJz
— GUJJU ROCKZ (@gujju_rockz) December 21, 2021
અકસ્માત એટલો ભયંકર હતો કે કન્ટેનર નું કેબીન ભાંગીને ભુક્કો થઈ ગયું હતું. અને ડ્રાઇવર કેબિનની અંદર ફસાઈ ગયો હતો. ઘટના બનતા જ મોટી સંખ્યામાં ઘટના સ્થળે લોકો એકઠા થઇ ગયા હતા. આ ઉપરાંત ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
બે ક્રેનની મદદથી ડ્રાઈવરને કેબિનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે મુંબઈ સુરત હાઈવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. અકસ્માતમાં કન્ટેનર ચાલકને ઇજા પહોંચી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment