આપ ના દિગ્ગજ નેતાઓની ધૂલાઈ બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નું મોટું નિવેદન આવ્યું સામે,જાણો શું કહુ

અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નેતાઓની ધુલાઈ બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નું એક મોટું નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ની કરેલી ધૂલાઇ અત્યંત નિંદનીય છે.

જનતાના અવાજને આવી કોઈ તાનાશાહી થી નહીં દબાવી શકાય.આપ ના નેતાઓ અને કાર્યકરો ગઈકાલે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ભારે વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યો હતો.જોકે પોલીસે આપ ના કાર્યકર્તાઓની અટકાયત કરી તેમના પર લાઠીચાર્જ કર્યો હતો.

જેમા આપ ના કેટલાક નેતાઓને ઈજા પહોંચી હતી અને પોલીસ લાઠીચાર્જમાં આપ નેતા ગોપાલ ઇટાલીયા ની પીઠમાં સોળ ઉઠી ગયા હતા.

અન્ય કેટલાક કાર્યકર્તાઓના માથાના ભાગમાં ઇજા પહોંચી હતી. આપ ના ઉગ્ર વિરોધ વચ્ચે પોલીસે ઈશુદાન ગઢવી સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી.

માત્ર એટલું જ નહીં પોલીસે કેટલાક કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવી પડી હતી. મહત્વનું છે કે ગોપાલ ઇટાલીયા સહિતના કાર્યકરોને ગાંધીનગર સિવિલમાં લઇ જવામાં આવ્યા છે.

જ્યારે બાકીના આપના કાર્યકરોને સેક્ટર 27 એસપી ઓફિસે લઇ જવામાં આવ્યા છે.ગઈ કાલ ની ઘટના બાદ ગુજરાતના પ્રવકતા મિહિર પટેલે જણાવ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશો ગોપાલ ઇટાલીયા પર ગુજરાતના યુવાનો માટે અવાજ ઉઠાવવા બદલ પોલીસ અને ભાજપના ગુંડાઓ દ્વારા ખોટી રીતે ધુલાઈ કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*