ગોંડલમાં રાત્રે ટેન્કર પલટી ખાઈ ગયું, સવારેમાં એક કાર ટેન્કરની પાછળ ઘૂસી ગઈ – 1 યુવાનનું મૃત્યુ…

રાજ્યમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ગોંડલ હાઇવે પર જામવાડી પાસે મોડી રાત્રે એક ટેન્કર પલટી ખાઈ ગયું હતું. ત્યારે લગભગ સવારના 5 વાગ્યાની આસપાસ પલટી ખાઈ ગયેલા પાછળ એક કાર ઘુસી ગઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં રાજકોટના ગુંદાવાડીમાં રહેતા 23 વર્ષીય રાહુલભાઈ કમલેશભાઈ વસાણીનું મૃત્યુ થયું હતું. ઉપરાંત કારમાં સવાર મિતલેષભાઈ પરેશભાઈને ગંભીર ઈજા પહોંચી હતી તેઓને સારવાર માટે તાત્કાલીક ગોંડલની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી તેને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટનાની જાણ થતાં હાઇવે પેટ્રોલ એની ટીમે ઘટનાસ્થળે દોડી આવી હતી. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં રાહુલભાઈ અને મિતલેષભાઈને ગંભીર ઈજા પહોંચી હતી તે કારણોસર તેમને ઈજાગ્રસ્ત હાલતમાં ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અહીંથી બંને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં રાહુલભાઈને ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત મિતલેષભાઈને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*