રેલવેની મુસાફરી કરનારા લોકો માટે હાલ મહત્વના અને કામ ના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય રેલવેના કેટલાક નિયમો ખાસ છે જેના વિશે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. રેલવેમાં મુસાફરી કરતા 80 ટકા મુસાફરો આ નિયમોને જાણતા નથી
એટલે તમને જણાવી દઈએ કે મુસાફરી દરમિયાન જો સામાન ચોરાઈ જાય તો તમે તેનું વળતર મેળવી શકો છો.
તમે તમારા સામાન માટે વળતર નો ક્લેમ કરી શકો છો અને એટલું જ નહીં જો તમારો સમાન છ મહિનાની અંદર ન મળે તો તમે ગ્રાહક ફોરમમાં પણ જઈ શકો છો.
એવા ઘણા નિયમો છે જેના વિશે તમારે જાણવાની જરૂર છે અને જો તમે નિયમો વિશે જાણશો તો તમને મુસાફરી દરમિયાન કોઇ સમસ્યા નહીં થાય.
જો તમારી પાસે વેઈટિંગ ટિકિટ છે તો તમે ટ્રેનના રિઝર્વેશન કોચમાં મુસાફરી કરી શકતા નથી. જો તમે મુસાફરી કરતી વખતે પકડાઈ જાવ છો તો તમારે ઓછામાં 250 રૂપિયાનો દંડ ભરવો પડશે
અને પછી આગળના સ્ટેશન થી જનરલ કોચમાં મુસાફરી કરવી પડશે પરંતુ જો ચારમાંથી બે મુસાફરોને ટિકિટ કન્ફર્મ થઇ જાય તો TTE ની પરવાનગી લીધા બાદ બાકીના બે લોકો તેમની સીટ પર જઈ શકશે.
સુપ્રીમ કોર્ટના નિયમ અનુસાર જો ટ્રેનમાં મુસાફરી દરમિયાન સામાન ચોરાઈ જાય તો તમે RPE પોલીસ સ્ટેશનમાં જઈને રિપોર્ટ નોંધાવી શકો છો.
ઉપરાંત તે સમયે એક ફોર્મ ભરો તેમાં લખ્યું છે કે છ મહિના સુધી ન મળે તો તમે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરો. એટલું જ નહીં સામાન ની કિંમતનો અંદાજ લગાવીને રેલવે તેનું વળતર ચૂકવશે જેના દ્વારા તમારા નુકસાન ભરપાઈ થઈ જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment