વર્ષ 2021-22 માં શાળા ફીમાં ૫૦ ટકા રાહત આપવાની માંગ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કરી છે. મનીષ દોશીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને આ રજૂઆત કરી છે. કોરોના મહામારીમાં સૌથી વધુ કોઇ વ્યવસ્થા પર અસર થઇ હોય તો તે શિક્ષણ વ્યવસ્થા છે.
14 મહિના કરતાં પણ વધારે સમયથી શૈક્ષણિક સંસ્થાઓનું કાર્ય સંપૂર્ણપણે બંધ છે. શાળાઓમાં ધોરણ 1 થી 5ના વર્ગોને સરખી રીતે આજે પણ હજુ શરૂ કરવામાં આવ્યા નથી.
શાળાના સંચાલકોને વીજળી ખર્ચ, વહીવટી ખર્ચ, મેન્ટેનસ ખર્ચ,લેબોરેટરી સહિતના કોઈપણ પ્રકારના વધારાના ખર્ચ થયા નથી. સાથે સાથે આ વર્ષે શૈક્ષણિક સત્ર હજુ યથાવત રીતે શરૂ થયું નથી ત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગના વાલીઓ પાસેથી સમગ્ર વર્ષની ફી વસૂલવાનો નિર્ણય કેટલો અંશે વ્યાજબી?
મનીષ દોશીએ જણાવ્યું કે રાજ્યના તત્કાલીન શિક્ષણ મંત્રી વારંવાર માધ્યમો સમક્ષ 25 ટકા શાળાઓમાં ફી આપવાની રાહત ની જાહેરાત કરી ચુક્યા છે.
આજ દિવસ સુધી સરકાર તરફથી આ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી અને પરિણામે શાળા સંચાલકો પૂરેપૂરી ફી વસૂલવા માટે વાલીઓ પર દબાણ કરી રહ્યા છે. રાજ્ય સરકાર તરફથી 25% ફીમાં રાહત અંગે પરિપત્ર ના અભાવે વાલીઓ અને સંચાલકો વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment