આજ સુધી આપણે બધાએ ઘણા બધા એવા કિસ્સાઓ જોયા હશે જેમાં બાળકો માતા પિતાનો સાથ છોડી દેતા હોય છે.પણ આજે અમે તમને એવી એક દીકરી વિષે જણાવીશું કે આજે તેના પિતાએ તેનો સાથ છોડી દીધો અને તે આજે ખુબજ તકલીફમાં પોતાનું જીવન વિતાવવા માટે મજબુર બની છે.
આ દિવ્યાંગ યુવતી નું નામ લક્ષ્મણી કુમારી છે અને તે બિહારની રહેવાસી છે.આશરે 10 વર્ષ પહેલાં તેને રોડ એક્સિડન્ટમાં એક હાથ અને પગ ગુમાવ્યો હતો માટે તે કોઈ કામ કરી શકે તેવી હાલતમાં નથી.
તેની માતા જીવતી હતી ત્યારે તેનું ખૂબ જ ધ્યાન રાખતી હતી પરંતુ ભગવાને તેની માતાને પોતાની પાસે બોલાવી લેતા થોડા સમય પછી તેના પિતાએ બીજા સાથે લગ્ન કરી લીધા અને નવી માતા દીકરીનું બિલકુલ પણ ધ્યાન રાખતી ન હતી
અને પિતા પણ ખૂબ જ ખરાબ વર્તન તેની સાથે કરતા હતા અને કહેતા કે ઘરેથી નીકળી જા. આખરે કંટાળીને તેને ઘર છોડી દીધું અને બીજા ગામમાં ભાડાનું મકાન રાખી પોતે એકલુ જ પોતાનું ગુજરાન ચલાવતી હતી.
પોતાની શારીરિક સમસ્યાઓ ને લીધે કામ કરી શકતી ન હતી માટે દીકરી ગામમાં દાળ ચોખા માંગીને પોતાનું ગુજરાન ચલાવવા મજબૂર થઈ હતી પણ એક યુવકનું દિલ પીગળી ગયું અને તેને દીકરીને જીવનભરની મદદ કરવાનું નક્કી કર્યું અને તેને દર મહિને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ તેના ઘરે આ યુવક પહોંચાડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment