ગુજરાત રાજ્યમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે વડોદરામાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી સાંજે રોડની બાજુમાં ખાટલા ઉપર બેઠેલા શ્રમજીવી પરિવારની એક મહિલા સહિત બે બાળકોને એક અલ્ટો કારે અડફેટેમાં લીધા હતા.
મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં પાંચ વર્ષના બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. ઉપરાંત અકસ્માતમાં આઠ માસની બાળકી તથા એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓને સારવાર માટે તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને વાહન ચાલકને ઝડપી પાડયો હતો અને ત્યારબાદ તેને પોલીસને હવાલે કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં મૃત્યુ પામેલા 5 વર્ષના બાળકનું નામ અર્પિત વસુનિયા હતું.
જ્યારે રાત્રિના સમયે તેઓ રોડની બાજુમાં ખાટલો ઢાળીને બેઠા હતા. ત્યારે પૂર્વ પાઠ ઝડપથી પસાર થઈ રહેલી એક અલ્ટો કારે તેમને અડફેટેમાં લીધા હતા. આ અકસ્માતમાં બંને માસૂમ બાળકો અને એક મહિલા ફંગોળાઈ ગયા હતા.
જેમાં પાંચ વર્ષના અર્પિત ઘટનાસ્થળે મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે બાળકી અને મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓને આસપાસના લોકો દ્વારા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment