કપાસના ભાવ શુક્રવાર ના રોજ સ્થિર રહા હતા પણ સારી કવોલીટીના કપાસની અછત હજુ પણ યથાવત છે કારણ કે કપાસમાં હજુ પણ મણે 500 ગ્રામ થી એક કિલો સુધી કોડી જોવા મળી રહી છે તે જ રીતે મહારાષ્ટ્ર અને કર્ણાટકના કપાસમાં મણે 500ગ્રામ થી એક કિલો સુધી હવાનું પ્રમાણ જોવા મળે છે.
કોડી અને હવાની સમસ્યાને કારણે જીનર્સને એકદમ સુપર કવોલીટીનો કપાસ ખરીદવો હોય તો ઊંચા ભાવ દેવાની તૈયારી રાખવી પડતી હોય છે.
ગઈ કાલે જીનસ ને સારી કવોલિટી ના કપાસના 1775 થી 1780,મધ્યમ ક્વોલિટી ના કપાસના 1700 આસપાસ અને હલકા ગુણવતા વાળા કપાસના 1500 થી 1650 ના ભાવ હતા.
કપાસ ના ભાવ ની વાત કરવામાં આવે તો અમરેલી 1100-1832,સાવરકુંડલા માં 1350-1830,રાજકોટ માં 1475-1810,જસદણ માં 1300-1800,બોટાદ માં 1080-1821,મહુવા માં 600-1760,મોરબીમાં 1451-1785,રાજુલા માં 1000-1800,
બાબરા માં 1610-1845,જેતપુર માં 1411-1807,વાંકાનેર માં 1000-1761,માણાવદર માં 1651-1822,ધારી માં 1410-1700,ધોરાજી માં 1251-1811,લાલપુર માં 1550-1801,ધનસુરા માં 1550-1685 જોવા મળ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment