એક અઠવાડિયા સુધી મૃત્યુ સામે લડાઇ લડી રહેલા કેપ્ટન વરુણ સિંહ અંતિમ સફર પર,તેમની માતાએ અંતિમ વિદાય આપતી વખતે ભાવુક થઈને કહ્યું એવું કે…

ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ને ભોપાલમાં સૈન્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. વરુણ સિંહ ની શહાદત ને દરેક લોકો નમન કરી રહ્યા છે.આ પહેલા ગુરુવારે જ્યારે વરુણ સિંહ ના પાર્થિવ દેહ ને બેંગ્લોરથી ભોપાલ લાવવામાં આવ્યો ત્યારે લોકો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા.

વરૂણ ના પિતા 20 વર્ષથી જે વસાહત માં રહે છે ત્યાં દરેકની આંખો ભીની જોવા મળી હતી અને દરેક લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા.

વરુણની બહેને આરતી કરી અને ભાઈને સહાદતને સલામ કરી.કેપ્ટન ની માતા એ જવાન ના કપાળ પર હાથ મુક્યો અને કહ્યું કે તેમને તેમના પુત્રની સહાદત પર ગર્વ છે. વરુણ સિંહ ના માતા કહેતા હતા કે મેં મારા પુત્રને મુક્ત કર્યો અમે અમારા પરિવાર સાથે મળીને વરુણ નો હાથ પકડીને તેને આઝાદ કર્યો.

વરૂડી માતા કહે છે કે હું પણ માતા છું અને હું પણ મારા બાળકને બચાવવા માંગતી હતી. મને દુઃખ છે કે મારા પુત્રને ભગવાને 8 દિવસ સુધી આટલી તકલીફ આપી.

અકસ્માત ના દિવસે ગયા હોત તો સારું થાત વાંધો નહીં તેને માત્ર ડી.એન.એ ટેસ્ટ આપવાનો હતો કારણકે તેને પોતાનું સરનામું અને નંબર બોલવું જરૂરી હતું. હોસ્પિટલમાં પણ કહ્યું હતું કે તું જા દીકરા અમે તને મુક્ત કરીએ છીએ. મને ખૂબ માન પ્રેમ અને સન્માન મળ્યું છે અને આ મારી તાકાત છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*