કર્ણાટકમા એક બનાવ બન્યો હતો જ્યા દિવાળીના તહેવાર પાર ના અવસર પર એક ગાયે સોનાની ચેન ભૂલ થી ગળી હતી. નવાઈની વાત તો મિત્રો એ હતી કે 35 દિવસ પછી જ્યારે ગાયના પેટમાંથી 20 ગ્રામની સોનાની ચેન કાઢવામાં આવી ત્યારે ચેનના માલિકે તેનું વજન જોઈને થોડીકવાર સ્તબ્ધ થઈ ગયા હતા.
એક ખેડૂતે દિવાળીના અવસર પર પોતાની ગાયને શણગારીને તેની પૂજા કરવાની હતી. ખેડૂત અને તેની પત્નીએ ગાય અને તેના વાછરડાને ફૂલોથી શણગાર્યા હતા.
આ સાથે વ્યક્તિએ ગાયને 20 ગ્રામ સોનાની ચેન પણ પહેરાવી હતી, પરંતુ બાદમાં ખેડૂતને ગાયને ઘરેણા પહેરવા ખૂબ મોંઘા પડ્યા હતા કારણ કે ગાય આ ચેન ગળી ગઈ હતી, જે બાદ ખેડૂત પરિવારમાં હોબાળો મચી ગયો હતો.
આ ખેડૂત દંપતીએ લગભગ 35 દિવસ સુધી ગાયના છાણ પર નજર રાખી. તે દરરોજ તપાસ કરતો હતો કે ગાયના છાણ દ્વારા ચેન બહાર તો નથી આવી રહી ને. આ સમય દરમિયાન તેણે તેની ગાયને ઘરની અંદર રાખી, તેને ક્યારેય બહાર કાઢી નહીં.
35 દિવસ વીતી ગયા અને ખેડૂત પરિવાર ખુબ જ વધારે પ્રમાણમા પરેશાન થઈ ગયો. આ પછી તેણે ડોક્ટર દ્વારા સ્કેન કરાવ્યું અને જાણ્યું કે ગાયના પેટમાં ચેન ક્યાં ફસાઈ ગઈ છે? આ પછી એક ટીમે ગાયના પેટ પર સર્જરી કરીને તે ચેનને બહાર કાઢી.
જો કે, પછી તરત જ જ્યારે તેનું વજન કરવામાં આવ્યું, ત્યારે આ વજનથી ખેડૂત અને તેની પત્ની બંનેને આંચકો લાગ્યો.જ્યારે આ ખેડૂતે 35 દિવસ પછી ગાયના પેટમાંથી 20 ગ્રામની ચેન બહાર આવી ત્યારે તેમાં 18 ગ્રામ જ વજન બચ્યું હતું.
વાસ્તવમાં ચેનનો એક નાનો ભાગ ગાયબ હતો, જેના માટે ડૉક્ટરે ગાયના પેટની સંપૂર્ણ તપાસ કરી પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં. હાલ તો ખેડૂત પરિવાર ચેન મળતાં ખુશ છે, પરંતુ તેમની એક ભૂલને કારણે ગાયને આટલું બધું ભોગવવું પડ્યું તેનું તેમને દુઃખ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment