માંગરોળ તાલુકાના ડુંગરી ગામે બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ડુંગરી ગામની 16 વર્ષીય કિશોરીને હીટર વડે પાણી ગરમ કરી રહી હતી. ત્યારે કિશોરીને કરંટ લાગ્યો હતો અને તેના કારણે તેનું કરૂણ મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર હીટરમાં અચાનક થવાના કારણે યુવતીને કરંટ લાગ્યો હતો અને એના કારણે તેને પોતાનો જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી કિશોરીનું નામ વૈભવીબેન વિજયભાઇ ગામીત હતું.
જ્યારે સવારે પાણીની ડોલમાં પર મૂકીને પાણી ગરમ કરી રહી હતી. ત્યારે વૈભવી કાળી ગરમ થયું કે નહિ તે ચેક કરવા માટે પાણીની ડોલમાં હાથ નાખ્યો હતો અને ત્યારે વૈભવીને કરંટ લાગ્યો હતો. કારણકે હીટરની અંદર ફોલ્ડ હોવાના કારણે તેને કરંટ લાગ્યો હતો.
આ ઘટના બનતા જ પરિવારના સભ્યો ત્યાં દોડી આવ્યા હતા. અને તેને તાત્કાલિક તડકેશ્વર ખાતેની હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરોએ કિશોરીને મૃત જાહેર કરી હતી.
ત્યારબાદ વૈભવી ના મૃતદેહને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યું હતું. આ ઘટનાને લઇને પરિવારજનોમાં અને ગામના લોકોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. ઘટનાની જાણ થતા માંગરોળ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment