આજકાલ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં અંજાર-ગળપાદર હાઈવે પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ હાઇવે રોડ પર દિવસે દિવસે અકસ્માતની ઘટનાઓ વધી જાય છે.
ત્યારે ગુરૂવારના રોજ સવારે ગાંધીધામ તરફ કોલેજ જતા બે બાઇક સવાર યુવાનોને રસ્તામાં અકસ્માત નડયો હતો. જેમાં હાઇવે ઉપર ઉભેલાના પાછળના ભાગે યુવાનની બાઈક ઘુસી જતાં અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ થયું હતું.
ત્યારે બીજા યુવાનને અકસ્માતમાં સામાન્ય ઈજા પહોંચી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના ગુરૂવારના રોજ સવારે લગભગ આઠ વાગ્યાની આસપાસ બની હતી.
ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં રહેતા 17 વર્ષીય ધ્રુવ સુનિલભાઈ પ્રભુ રામભાઈ રાઠોડ તેના મિત્ર રોલ સાથે બાઈક પર ગાંધીધામ તરફ કોલેજ જઈ રહ્યા હતા. ત્યારે તે હાઇવે પરના ક્વોલિટી પેટ્રોલ પંપ પાસે પહોંચતા હાઇવે પર ઉભેલા એક અજાણ્યા ટ્રકની પાછળ યુવકોએ પોતાની બાઇક ઘુસાવી દીધી હતી.
આ અકસ્માતમાં ધ્રુવના માથાના ભાગે અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તેના કારણે તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. ઉપરાંત રોહનને અકસ્માતમાં સામાન્ય ઈજા પહોંચી હતી.
અકસ્માતની જાણ થતા યુવકનો પરિવાર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ અકસ્માતની ઘટના બનતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment