આજકાલ જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સુરતમાં બનેલી તેવી ઘટના સામે આવી છે. સુરતના ભેસ્તાન રેલવે ટ્રેક ઉપર એક યુવાને ટ્રેન સામે આવીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર યુવાનના ભાયે દારૂ પીવાની બાબતે યુવાનને ઠપકો આપ્યો હતો.
તેના કારણે યુવાને આ પગલું ભર્યું છે તેઓ મોટાભાગે જણાવ્યું હતું. મળતી માહિતી અનુસાર છેલ્લા દસ દિવસથી દારૂ પીવાની કુટેવ યુવાનની સામે આવી હતી. મળતી માહિતી અનુસાર યુવાનના ભાઈએ તેને આ બાબતે સમજાવ્યો હતો.
ત્યારબાદ યુવાન અચાનક દુકાનેથી ગાયબ થઈ ગયો હતો અને 30 મિનિટમાં જ તેણે આ પગલું ભર્યું હતું. યુવાનના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવાનનું નામ મોનું છે અને તેની ઉંમર 22 વર્ષની હતી.
ઉપરાંત મોનુંના મોટાપભાઈ જણાવ્યું કે, મોનુ એક મિલમાં કામ કરતો હતો. છેલ્લા દસ દિવસથી દારૂ પીધો હોવાનું તેના મોટા ભાઈ ને એક દિવસ ખબર પડી ગઈ હતી. ત્યારે ગુરૂવારના રોજ બપોરે મોનુ દારૂ પીને દુકાને પર આવ્યો હતો.
ત્યારે મોનું ના મોટાભાઈ તેને સમજાવ્યો હતો કે, દારૂ પીને દુકાન પર આવીશ તો ગ્રાહક નહીં આવે, આ ઉપરાંત મોનુની મમ્મીએ તેને કહ્યું હતું કે આવું કેમ કરે છો, બસ આ વાતનો ખોટું લગાડીને મોનુ દુકાન પરથી ચાલ્યો ગયો હતો. 30 મિનિટ ફોન આવ્યો ત્યારે ખબર પડી કે મોનું ટ્રેનની અડફેટેમાં આવી ગયો છે.
આ ઘટના બન્યા બાદ મોનું 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ ગણતરીની મીનીટોમાં મોનુંનું મૃત્યુ થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment