વડોદરા કેવડીયા રેલ્વે લાઇન ક્રોસ કરતી વખતે ત્રણ લોકો ટ્રેનની અડફેટેમાં આવી ગયા હતા. આ ઘટનામાં બે મહિલાઓ અને એક પુરુષ ટ્રેનની અડફેટેમાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ટ્રેનની અડફેટેમાં આવતા બંને પુરુષો ના મૃત્યુ થયા છે.
ઉપરાંત મહિલાની ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની છે. ઇજાગ્રસ્ત મહિલાને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ડભોઇ રેલવે સ્ટેશન પાછળ સંતપુરી પાસે રેલ્વે ફાટક સુવિધાઓના અભાવના કારણે આ ઘટના બની હતી.
તેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષમાં ભરાયા હતા. મળતી માહિતી અનુસાર રામુભાઈ મંગાભાઈ દેવીપુજક, પુનમભાઈ મણિલાલ દેવીપૂજક અને શાહદીબહેન પુનમભાઈ દેવીપુજક રેલવે ફાટક ક્રોસ કરી રહ્યા હતા.
ત્યારે તેઓ મેમુ ટ્રેનની અડફેટેમાં આવી ગયા હતા. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને મહિલા સહિત બે વ્યક્તિઓને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ સારવાર દરમિયાન બીજા વ્યક્તિનું વહેલી સવારે મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના બનતા જ મોડી રાત્રે રેલવે ટ્રેક ઉપર મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.
અને તંત્રની બેદરકારીને જવાબદારીના કારણે લોકો ભારે રોષે ભરાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment