સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો છે. આજરોજ 24 કેરેટ સોનુ 240 રૂપિયા ઘટીને 47910 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. 22 કેરેટ સોનુ આજે 46910 હાલોલ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે અને આ ઉપરાંત ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે.
ગઇકાલની સરખામણીએ આજે ચાંદીમાં 600 રૂપિયાના ઘટાડા સાથે 60,900 કિલોગ્રામ પર આવી છે.ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સોનાની કિંમત અત્યાર સુધીના સૌથી ઊંચા ઘરે પહોંચી ગઇ હતી.
ઓગસ્ટ 2020 માં બુલિયન માર્કેટ માં સોનાની કિંમત 55400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. જો આપણે આજના ભાવ ને સોનાના ઓલટાઇમ હાઇ રેટ સાથે સરખાવી તો સોનુ તેની રેકોર્ડ કિંમતથી સસ્તુ પ્રતિ 10 ગ્રામ 7490 પર પહોંચી ગયું છે.
આજે દિલ્હીમાં 24 કેરેટ શુદ્ધતા સોનાની કિંમત 51430 પ્રતી 10 ગ્રામ છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 22 કેરેટ સોનાની કિંમત 47150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે
અને આજે મુંબઈમાં 24 કેરેટ સોનાની કિંમત 47910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી છે. આર્થિક રાજધાની માં 22 કેરેટ સોનાની કિંમત 46910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment