પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લીધી હતી. જેમાં પ્રધાનમંત્રી એવું કામ કર્યું જેનાથી ચારે તરફ તેમની પ્રશંસા થઈ રહી છે. તેમની એક તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 અને 14 ડિસેમ્બરે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી માં હતા.
આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ કાશીવિશ્વનાથ કોરિડોર નું ઉદઘાટન કર્યું. ગંગા આરતીમાં પણ ભાગ લીધો અને તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ એવું કામ કર્યું જેના કારણે તેની પ્રશંસા હાલ સોશિયલ મીડિયા પર થઈ રહી છે.
પીએમ નરેન્દ્ર મોદીની વારાણસીની મુલાકાત દરમિયાન દિવ્યાંગ મહિલા તેમને મળી અને તેમના પગ સ્પર્શ કરવા આગળ આવી હતી. પરંતુ પ્રધાનમંત્રી મહિલા ને અધવચ્ચે જ રોકી અને પોતે તેમના પગ ને સ્પષ્ટ કર્યા.
આ દરમિયાન મહિલા ભાવુક થઈ ગઇ અને હાથ જોડીને ઊભી જોવા મળી હતી. આ પછી પ્રધાનમંત્રી મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ દિવ્યાંગ મહિલા સાથે વાત કરવી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક દિવ્યાંગ મહિલા ના ચરણ સ્પર્શ નો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેમના જોરદાર વખાણ કરી રહ્યા છે.
ફોટો શેર કરતી વખતે ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ આને તમામ મહિલા શક્તિ માટે સન્માન ગણાવ્યુ છે. તેમને કહ્યું કે આપણે બધાને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ગર્વ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment