લોકસભામા પી વેલુસામી અને કેષણમુગ સુંદરમ ના પ્રશ્નના લેખિત જવામા કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર શ્રી તો મારે આ ખાસ કૃષિ કાર્ડ અંગેની જાણકારી આપી હતી. સભ્યોએ પૂછ્યું હતું કે, સરકાર ખેડૂતો માટે કોઈ વિશેષ ઓળખ પત્ર બનાવવા અંગે વિચારણા કરી રહી છે?
આ સવાલના જવાબ રૂપે નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે,કૃષી અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા દેશના ખેડૂતો માટે એક ખાસ ઓળખ પત્ર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. જે ખેડૂતોને એક વિશિષ્ટ ઓળખ આપશે અને તેને તમામ કૃષિ યોજનાઓ સાથે જોડશે.
હાલ દેશમાં પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત સરકાર હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ પર કામ કરી રહી છે.5.5 કરોડ ખેડૂતોનો ડેટાબેઝ બનાવવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં અને અન્ય ખેડૂતોને પણ જોડવાની પ્રક્રિયા પર કામ ચાલી રહ્યું છે.
એકવાર ડેટાબેઝ નું કામ પૂર્ણ થઈ જાય પછી સરકાર વતી ખેડૂતોને બાર અંક ની યુનિક આઈડી આપવામાં આવશે.કેન્દ્ર સરકાર એક નવા અને અલગ પ્રકારના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર ખેડૂતોને બાર અંક ની યુનિક આઈડી આપશે. આ માટે ખેડૂતોને ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે અને આઈડી દ્વારા ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવાનું સરળ બનશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment