વિધાનસભા 2022 ની ચૂંટણી પહેલા સૌ કોઈ પોતાની વોટબેંક મજબૂત કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપના તમામ પાટીદાર સાંસદોએ સમાજની મુખ્ય રજૂઆત મુખ્યમંત્રી સુધી પહોંચાડવા નો નિર્ધાર કર્યો છે. સરકાર તાત્કાલિક અનામત આંદોલન સમયના કેસો પાછા ખેંચે
તેવી રજૂઆત કરવા ભાજપના તમામ પાટીદાર સાંસદો દિલ્હી થી સીધા જ ગાંધીનગર પહોંચ્યા હતા.એક સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી બાકી રહેલા 140 કેસો પાછા ખેંચવા તેમજ અનામત વખતે જીવ ગુમાવેલા પાટીદાર નેતાઓના પરિવારમાંથી કોઈ ને સરકારી નોકરી આપવા રજૂઆત કરવામાં આવી છે.
સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું હતું કે અનામત આંદોલન વખતે પાટીદાર સમાજની સાથે અન્ય સમાજની લાગણી પર દુંભાણી હોય તો તેમના પણ કેસ પરત ખેંચવાની રજૂઆત કરી છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અમારી રજૂઆત નો હકારાત્મક જવાબ આપ્યો છે.
થોડા સમયમાં સરકાર નિર્ણય લેશે તેવું આશ્વાસન પણ આપ્યું છે.નાના મોટા બધા જ કેસ પરત લેવાની જૂથ થઇ પહેલીવાર મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે ત્યારે સરકાર તરફથી પણ સારો જવાબ મળ્યો છે.
તેવી વાત સાંસદોને કરી હતી. રમેશ ધડુક એ કહ્યું કે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પેલા નરેશ પટેલ અને પાટીદાર સમાજના અન્ય આગેવાનોએ પણ રજૂઆત કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment