વઢવાણના ગરીબ પરિવારની યુવતી એ સ્કૂલમાં અભ્યાસ કરતી વખતે પોલીસમાં ભરતી થવા નું લક્ષ્યાંક નિર્ધારિત કર્યું હતું.આર્થિક, સામાજિક અને શારીરિક મર્યાદાઓ તથા બબ્બે વખત નિષ્ફળતા મળ્યા પછી તેને પોતાનું સપનું સાકાર કર્યું છે.
વઢવાણ ની વંદના પરમાર અત્યારે સુરેન્દ્રનગર પોલીસ ના બી ડિવિઝનમાં ફરજ નિભાવી રહી છે.વંદના ના પિતા ખાનજીભાઈ પેઈન્ટર તરીકે કામ કરે છે. આર્થિક સંકડામણને કારણે તેમના પત્ની ગૌરીબેન એ દીકરીના ભણતર માટે કારખાનામાં કામ કર્યું હતું.
બાળપણથી ભણતરમાં તેજસ્વી વંદનાએ બીએસસી, બી એડ કર્યા બાદ મહિલાઓ સાથે અત્યાચારના થતા કેસો જોઈને પોલીસમાં ભરતી થવા નો નિર્ધાર કર્યો હતો. ભણતરનો ખર્ચ કાઢવા માટે તેને ખેતરમાં મજૂરી કરી અને સિલાઈ કામ અને પાર્લરમાં પણ કામ કર્યું હતું.
દરરોજ ઘરકામ સાથે તે નિયમિત વાંચન અને અભ્યાસ કરતી હતી. સાથે જ વહેલી સવારે દોડવા ની તૈયારી પણ કરતી અને પરિવારને મદદરૂપ થવા સમય બચતા બાળકોને ભણાવવાનું કામ પણ કરતી.
પોલીસ ભરતી ના બે પ્રયાસોમાં નિષ્ફળતા મળ્યા બાદ તેને સફળતા મળી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં આઠ મહિના ટ્રેનિંગ લીધા બાદ ગત મે મહિનામાં પોસ્ટિંગ મળ્યો હતો અને આજે તે પોતાની સફળતાનો શ્રેય પોતાના માતા-પિતાના સંઘર્ષને આપે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment