સોના અને ચાંદી ખરીદનારાઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત અમેરિકન ડોલરના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે.
સ્પોર્ટ સોનુ 0.1 ટકા ઘટીને 1781.78 ડોલર પ્રતિ ઔંસ થયું હતું.યુએસ ડોલર ઇન્ડેક્સ વધીને 94.192 થયો છે જેને અન્ય કરન્સી ધરાવતા ખરીદદારો માટે સોનું આકર્ષક બનાવે છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ડિસેમ્બર ફ્યૂચરમાં સોનાની કિંમત 0.1 ટકા વધીને 47,615.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું.
શુક્રવારે સોનાની કિંમતમાં 0.75 ટકાનો ઘટાડો થયો હતો. ધનતેરસ ના તહેવાર પહેલા ડિસેમ્બર વાયદા ચાંદીની ભાવમાં પ્રતિ કિલો 0.16 ટકાનો ઘટાડો થયો છે અને ચાંદીના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો નોંધાયો છે.
તમને જણાવી દઈએ કે જો તમે સોનાની શુધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે.BIS કેર એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઇ પણ ફરિયાદ પણ કરી શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment