પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન બાદ બદલાઈ ગઈ મોબાઈલ ફોન ની કોલર ટ્યુન,હવે સંભળાશે આ…

દેશે 100 કરોડ રસી આપવાનો આંકડો પાર કરી લીધો છે,જેને ગુરુવારે એક રેકોર્ડ બનાવ્યો છે. આવી સ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીના સંબોધન માં કોરોના રસીકરણ અંગે દેશના અથાક પ્રયત્નો વિશે વાત થઇ હતી.

આ ઉપરાંત પ્રધાનમંત્રી કોરોના સંબંધિત પડકારો વિશે દેશવાસીઓને સંબોધિત કરી શકે તેમ હતા.રસીકરણ માં મહત્વનો પડાવ પાર કર્યા બાદ ફોન પર આપવામાં આવતી સૂચના પણ બદલાઈ ગઈ છે. હવે જો તમે કોઈને ફોન કરશો તો જૂના મેસેજ

ની જગ્યાએ સાંભળવા મળશે નમસ્કાર, આપ સૌની સાથે અને આપના સૌના પ્રયાસથી ભારતે 100 કરોડ રસીકરણની સિદ્ધિ મેળવી લીધી છે.પ્રધાનમંત્રી મોદીએ ગુરૂવારે કહ્યું કે છેલ્લા સો વર્ષોથી સૌથી મોટી વૈશ્વિક મહામારી સામે લડવા માટે દેશ પાસે મજબૂત રક્ષા કવચ છે.

કારણ કે ભારતે કોરોના વિરોધી રસી કરણ હેઠળ 100 કરોડ દોઝનો આંકડો પાર કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ રસીકરણ ની આ સિદ્ધિને ભારતીય વિજ્ઞાન, સાહસ અને 130 કરોડ ભારતીયોની સામૂહિક ભાવના ની જીત ગણાવી અને રામ મનોહર લોહિયા હોસ્પિટલની મુલાકાત લીધી, જ્યાં તેમને આરોગ્ય કર્મચારીઓ અને રસીકરણ માટે પહોંચેલા લાભાર્થીઓ સાથે વાતચીત કરી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*