દાંપત્ય જીવનમાં દંપત્તિને સૌથી વધુ ખુશી એ સમય મળે છે કે જ્યારે તેમના ઘરે બાળકનો જન્મ થાય. અમુક એવા દંપતીઓ હોય છે કે જેમને આ સુખ પ્રાપ્ત કરવા માટે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. રાજસ્થાનનું આવું જ એક દંપતી છે.
અને આ દંપતીનું નામ મમતાબેન અને પ્રકાશભાઇ છે. તેઓ લગ્નના 16 વર્ષ થઇ ગયા હોવા છતાં સંતાનસુખથી વંચિત હતા. મમતાબેન અને પ્રકાશભાઇ ને કોઈ સંતાન ન હતું માટે તેઓ ખૂબ જ દુઃખી રહેતા હતા અને ઘણા લોકો તેમને ઘણી બધી વાતો પણ કહેતા હતા.
તેમને પોતાની સમસ્યાના ઉકેલ માટે લગભગ બધી જ હોસ્પિટલમાં તપાસ કરાવી હતી. તેમની સમસ્યાનો ઉકેલ આવ્યો ન હતો. એક સમય એવો આવી ગયો હતો કે આ દંપતી એ માની લીધું હતું કે તેમની હવે સંતાન પ્રાપ્તિ જ નહીં થાય.
તમે આ વાત સાંભળી જ હશે કે જો કોઈ વસ્તુ તમારા નસીબમાં લખેલું છે તો તમને વેલા મોડા એ વસ્તુ જરૂરથી પ્રાપ્ત થાય છે. લગ્નના 16 વર્ષ પછી પણ માતા-પિતા ન બનતા દંપત્તિ હિંમત હારી ગયા હતા.
દંપતીને એક વ્યક્તિ મળ્યા અને તેને હોસ્પિટલ નું સરનામું આપ્યું અને કહ્યું કે અહી તમારું કામ થઈ જશે. આ દંપતી હોસ્પિટલમાં ગયા અને આ ભગવાનનો ચમત્કાર જ કહેવાય કે તેમની સારવાર સફળ રહી અને દંપતીના ઘરે લગ્નના 16 વર્ષ પછી એક નહીં પણ બે જુડવા બાળકોનો જન્મ થયો અને તેમાંથી એક દીકરો અને એક દીકરી છે.
ભગવાને આપ્યા એટલે બે બાળકો સાથે આપ્યા. દંપત્તિ ને જ્યારે આ વાતની જાણ થઈ કે તે બે બાળકોના માતા-પિતા બની ગયા છે,તો તે રાજીના રેડ થઈ ગયા અને બંને બાળકોનું ભવ્ય સ્વાગત કરીને ઘરે લાવ્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment