નવજાત દીકરી ના અંતિમ સંસ્કાર સમયે પિતાને દેખાયું કઈક એવું કે…

આજે અમે તમને એક એવી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમે પણ હેરાન થઈ જશો. કહેવાય છે કે જ્યારે કોઇ મહિલા માતા બને છે તો તેના શરીરમાંથી બીજા શરીરમાં જન્મ થાય છે અને આ સાથે જ માતા ની અંદર ઘણી ભાવનાઓ પણ જન્મ લેતી હોય છે.

હવે વિચારો કે શું થાય ત્યારે એક માતા બાળકને જન્મ આપે અને પછી તેને ખબર પડે કે તેનું બાળક હવે આ જિંદગીમાં રહ્યું નથી. તો એ માતા ની કેટલી હાલત ખરાબ થાય. એક સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે તેને ઘણી તકલીફ થાય.જ્યારે માતા પોતાના બાળકને જન્મ આપે છે.

તો તેની બધી જ મુશ્કેલી ભૂલી જાય છે. જ્યારે એ જ બાળક ભગવાનના ધામમાં પહોંચી જાય તો એ માતાને જે કંઈ તકલીફ થઇ હોય છે એ ડબલ થઈ જાય છે. તેના દુઃખની કોઈ સીમા જ નથી હોતી.

હરિયાણાના યમુના નગર માં આવી જ ઘટના સામે આવી છે. આપને જણાવી દઈએ કે આજે વાત અમે તમને જે વાત કહેવા જઈ રહ્યા છે જે વાત કોઈ ચમત્કારથી ઓછી નથી. આ ચમત્કાર જોઈને બધા જ લોકો નવાઇ પામવા લાગ્યા છે.

એક મહિલાએ પોતાના બાળકને જન્મ આપ્યો હતો ત્યારે ડોક્ટર દ્વારા એ દીકરીને મૃત જાહેર કરવામાં આવી હતી પછી હિન્દુ ધર્મ પ્રમાણે બાળકીના અંતિમ સંસ્કાર કરવાની તૈયારી પણ થઇ ગઇ હતી. આવામાં તમને ખાસ વાત જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી અંતિમ વિધિની પ્રક્રિયા એટલા માટે કરવામાં આવે છે કે વ્યક્તિઓનું મન તો બીજી તરફ રહે અને તેમનું દુઃખ ભૂલી શકે.

આ બાળકીના મૃત્યુ પછી ત્યાંનું વાતાવરણ એવું હતું કે એક તરફ માતાએ પોતાની નવી જન્મેલ દીકરીને ગુમાવી દેવાથી બહુ દુઃખી હતી તેની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. બીજી બાજુ બાળકીના પિતાએ પણ પોતાના હૃદય પર પથ્થર રાખી ને દીકરી ના અંતિમ સંસ્કાર ની તૈયારી કરી તેને લઇ ગયા હતા.

એક પિતા માટે બાળક બહુ ખાસ હોય છે. બાળકીના પિતા થી રહેવાતું નથી અને તે પોતાની દીકરીને છેલ્લી વાર જોવા માંગે છે ત્યારે દીકરીને રાખેલ પોલીથીન તે દીકરી પરથી હટાવે છે. પોલીથીન હટાવીને જે જુએ છે તે જોઈને પિતાની આંખો ચાર થઇ જાય છે.

પોલીથીન હટાવતા જ પિતાએ જોયું તો દીકરીની આંખો ખુલ્લી હતી અને તે હાથ પણ હલાવી રહી હતી. તેનો અર્થ એ થાય કે દીકરી જીવતી હતી. આ બધું જોઇને દીકરીના પિતા તો ખૂબ ખુશ થઈ ગયા. પછી એ દીકરીને ફરીથી દવાખાને લઈ જવામાં આવે છે અને ડોક્ટરને બતાવવામાં આવે છે. એ દીકરીને એકદમ સ્વસ્થ અને જીવિત ઘોષિત કરવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*