ગઇકાલની વાત કરીએ તો દેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. મળતી માહિતી મુજબ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત કેટલા અન્ય રાજ્યોમાં પણ સારો એવો વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે છેલ્લા ઘણા સમયથી ગરમીમાં રહેતા રાજ્યના લોકોને ગરમીથી છુટકારો મળ્યો હતો.
ત્યારે હવામાન વિભાગ ની જાણકારી મુજબ બુધવારથી લઈને આવતા કેટલાક દિવસો સુધી રાજ્યમાં સતત વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ભારત અને પશ્ચિમી વિસ્તારમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદની શક્યતાઓ છે.
મળતી માહિતી અનુસાર ઉત્તર પૂર્વ ભારત અને સિક્કીમમાં 27 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ બિહાર, યુપી અને ઉત્તરાખંડમાં 27 ઓગસ્ટ સુધી હળવા વરસાદની શક્યતાઓ છે.
ત્યારે કેરળ, તમિલનાડુ અને માહે માં 26 અને 27 ઓગસ્ટે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ 27 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતાઓ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજસ્થાનમાં આગામી સમયમાં વરસાદ માં ઘટાડો થશે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં વરસાદની અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ના અનેક પંથકોમાં સારો એવો વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં સારો વરસાદ ખાબકશે. આગામી સમયમાં વરસાદના કારણે ખેડૂતોને પાક બળી જવાની ચિંતામાંથી મુક્તિ મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment