શું આજે સોના-ચાંદીના ભાવમાં વધારો થયો? જાણો આજનો સોનાનો ભાવ…

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે દેશની જનતાને મોંઘવારીની મહામારી પણ ભોગવવી પડે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા છે ત્યારે ઇન્ડિયન માર્કેટમાં આજે સોનાના ભાવમાં તેજી સાથે કારોબાર ની શરૂઆત કરી છે.

MCX પર આજે સોનાના વાયદામાં 0.44 ટકાના વધારા સાથે 47788 રૂપિયાનો વધારો પ્રતિ 10 ગ્રામ માં થયો છે. જ્યારે ચાંદી ના ભાવ ની વાત કરે તો ચાંદીમાં 1.24 ટકા વધીને 67210 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચ્યો છે.

આ ઉપરાંત ઓગસ્ટ 2020 ની સરખામણીમાં પર વર્ષ 2020માં આ સમયે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 56200 રૂપિયાએ પહોંચી ગયો હતો.

આ ઉપરાંત MCX અનુસાર આજનો સોનાનો ભાવ 47788 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. સોનાના ભાવ નો સૌથી ઊંચા ભાવથી જોઈએ તો આજે 8412 રૂપિયા સોનુ સસ્તું મળી રહ્યું છે.

જો તમારે ઘર બેઠા બેઠા સોનાના ભાવ જાણવો હોય તો ફક્ત તમારે આ નંબર 8955664433 પર મિસ કોલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારા ફોનમાં મેસેજ આવશે અને તેમાં સોના-ચાંદીના ભાવનું લીસ્ટ હશે.

આ ઉપરાંત સરકાર દ્વારા સોનાની શુદ્ધતા ચેક કરવા માટે એપ્લિકેશન બનાવવામાં આવી છે. BIS CARE APP ની મદદથી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપ્લિકેશનની મદદથી સોનાની શુદ્ધતા માં તમને કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ પણ કરી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*