રૂપાણી સરકાર નું વધ્યું ટેન્શન, રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ધીમી ગતિએ વધારો થતાં…

ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર ઘટી રહી હતી ત્યારે પાછા ફરી એક વખત ધીમી ગતિએ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 34 નોંધાયા છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.

જુલાઈ મહિનામાં કોરોનાના કેસની વાત કર્યા તો 12 જુલાઈના રોજ 32 કેસ અને 1 વ્યક્તિનું મૃત્યુ થયું હતું. 13 જુલાઇના રોજ 31 અને એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં. 14 જુલાઈના રોજ 41 કેસ અને એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં. 15 જુલાઇના રોજ 38 કેસ અને એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં.

16 જુલાઇના રોજ 39 કેસ અને એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં. 17 જુલાઇના રોજ 37 કેસ અને 1 વ્યક્તિનું મૃત્યુ. 18 જુલાઈના રોજ 33 કેસ અને 1 વ્યક્તિનુ મૃત્યુ. 19 જુલાઈના રોજ 24 કેસ અને એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં.

20 જુલાઈના રોજ 29 અને એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં. 21 જુલાઇના રોજ 28 કેસ અને એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં વધારો થયો છે અને નવા 34 કેસો નોંધાયા છે.

ગુજરાતમાં કોરોના ના કારણે અત્યાર સુધીમાં 10076 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 814162 દર્દીઓ કોરોના માંથી મુક્ત થયા છે.

આ ઉપરાંત આજ રોજ અમદાવાદ શહેરમાં કોરોના નવા 5 કેસ અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 0 કેસ નોંધાયા છે. સુરતના કોરોનાના નવા 5 કેસ અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો નવો 1 કેસ નોંધાયો છે.

વડોદરામાં કોરોનાના નવા 7 કેસ અને વડોદરા ગામ વિસ્તારમાં કોરોના નો નવો 1 કેસ નોંધાયો છે. રાજકોટમાં કોરોના નો નવો 1 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 0 કેસ નોંધાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*