પંજાબ કોંગ્રેસમાં વિવાદનો આવ્યો અંત, નવજોત સિંહ સિદ્ધુને આપવામાં આવ્યા આ મોટી જવાબદારી…

Published on: 3:23 pm, Thu, 15 July 21

કોંગ્રેસ શાસિત પંજાબમાં આખરે વિવાદોનો અંત આવી ગયો છે. થોડાક દિવસ પહેલા નવજોત સિદ્ધુના એક નિવેદનના કારણે પંજાબમાં કોંગ્રેસનું રાજકારણ ગરમાયું હતું. કારણકે નવજોતસિંહ સિદ્ધુએ આમ આદમી પાર્ટીના વખાણ કર્યા હતા.

પક્ષથી નારાજ એવા નવજોત સિધ્ધુ ને મનાવવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. નવજોત સિદ્ધુ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ વચ્ચે સમાધાન કરવા માટે નવો ફોર્મ્યુલા લાગુ પાડવામાં આવ્યો છે.

એક અહેવાલ અનુસાર આ નવી ફોર્મ્યુલા અંગે જાણકારી કોંગ્રેસ નેતા હરીશ રાવતે આપી છે. હરીશ રાવત કોંગ્રેસ પાર્ટીના કમિટીના સદસ્ય છે.

તેમને કહ્યું કે આવનારા સમયમાં કોંગ્રેસના બે કાર્યકારી પણ બની શકે છે. જે પૈકી એક હિન્દુ સવર્ણ અને એક દલિત સમુદાયના નેતા છે.

આ ઉપરાંત કોંગ્રેસના હરીશ રાવતે કહ્યું કે પંજાબમાં હવે કોઈપણ પ્રકારના મતભેદ રહ્યા નથી. આ ઉપરાંત તેમને કહ્યું કે કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિધ્ધુ બંને પાર્ટીમાં એકબીજાના મહત્વને સમજે છે.

અને બન્નેને પાર્ટીમાં સાથે મળીને કામ કરવું જરૂરી છે. આ ઉપરાંત નવજોતસિંહ સિદ્ધુએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીએ મારા વીઝન અને કામને ઓળખ્યું છે.

આજે મે જે પંજાબ મોડલ રજૂ કર્યું છે, લોકો તેને ઓળખે છે અને વાસ્તવમાં પંજાબ માટે કોણ લડી રહ્યું છે. આ તમામ મામલા પર હરીશ રાવત ની ટિપ્પણી બાદ મામલો ઠંડો પડી ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "પંજાબ કોંગ્રેસમાં વિવાદનો આવ્યો અંત, નવજોત સિંહ સિદ્ધુને આપવામાં આવ્યા આ મોટી જવાબદારી…"

Leave a comment

Your email address will not be published.


*