કોંગ્રેસ બે લોકસભાની ચૂંટણી ઉપરા ઉપરી હારી ચૂકી છે. મોટેભાગના રાજ્યમાં કોંગ્રેસ નું વર્ચસ્વ ધીમેધીમે ઘટી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટી અને ભાજપમાં જોડાઇ રહ્યા છે. અને કોંગ્રેસની ડૂબતી નાવ ને બચાવવા માટે કોઈ નેતા તૈયાર નથી.
ઉપરાંત યુવા નેતા રાહુલ ગાંધીએ પણ અધ્યક્ષ પદ પર બેસવા માટે ઇનકાર કર્યો છે. તો બીજી તરફ પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની સતત નાદુરસ્ત તબિયત ના કારણે હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ની નિમણૂક કરવાની ફરજ પડી છે.
આ ઉપરાંત જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીને નવો અધ્યક્ષ નહીં મળે ત્યાં સુધી કાર્યકારી અધ્યક્ષ કામકાજ ચલાવશે તેવું માનવામાં આવે છે. આવા સમયમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ આજ રોજ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવાના છે.
સોનિયા ગાંધીની તબિયત ના કારણે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો ની જવાબદારી કમલનાથને આપી શકે તેવી શક્યતાઓ છે. કમલનાથને પાર્ટીના વરિષ્ઠ અને વફાદાર નેતા તરીકે માનવામાં આવે છે.
ત્યારે એવી માહિતી મળી રહી છે કે કમલનાથને કોંગ્રેસ પાર્ટી ની જવાબદારી સોંપવા માટે તેમને બોલાવવામાં આવ્યા છે. કોરોનાની મહામારી ને ધ્યાનમાં લઇને 30 જૂનના દિવસે થનારા અધ્યક્ષ પદ માટેની ચૂંટણીને સ્થગિત કરવામાં આવી હતી.
આ ઉપરાંત મળતી માહિતી મુજબ જ્યાં સુધી નવા અધ્યક્ષની ચૂંટણી નહીં થાય ત્યાં સુધી અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી જવાબદારી નિભાવશે.
2019 ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હાર મળતા કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધું હતું. રાહુલ ગાંધીના રાજીનામું આપ્યા બાદ સોનિયા ગાંધીએ અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment