કોરોનાની વેક્સિન ને લઈને મનસુખ માંડવીયા આપ્યું મોટું નિવેદન, કહ્યું કે…

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એ ટ્વીટ કરીને જણાવ્યું કે ખાનગી હોસ્પિટલોમાં જૂન મહિનામાં 11.46 કરોડ રસીના ડોઝ તથા જુલાઈ મહિનામાં 13.50 કરોડો રસીના ડોઝ આપવામાં આવશે. આ ઉપરાંત તેમને કહ્યું કે દરેક રાજ્યો અને રસી ના કેટલા ડોઝ આપવામાં આવશે.

તે વિશે કેન્દ્ર સરકાર 19 જૂનના રોજ તમામ રાજ્યોને જણાવી દીધું હતું. ઉપરાંત તેમને જણાવ્યું કે 27 જુન અને 13 જુલાઇએ કેન્દ્રવતી રાજ્યોને જુલાઇના પહેલા અને બીજા અઠવાડિયામાં તેમને કેટલીક કેટલી રસી આપવામાં આવશે તેની પણ જાણકારી આપવામાં આવી હતી.

આ ઉપરાંત તેમની બીજા ટ્વિટમાં લખ્યું હતું કે રસી ની ઉપલબ્ધતાના સંદર્ભમાં મને રાજ્ય સરકારો અને નેતાઓના નિવેદનો અને પત્રો દ્વારા જાણકારી મળી છે.

લોકોમાં ફક્ત ગભરાટ પેદા કરવા માટે નિરર્થક નિવેદન આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તેમને કહ્યું કે ભુરીયા ની સામે કોરોના ની રસી ને ખોટાં નિવેદન આપતા લોકોને આત્મ નિરીક્ષણ કરવું જોઈએ.

વેક્સિનેશન અભિયાનના ગેરવહિવટનો દોષનો ટોપલો આડકતરી રીતે રાજ્યો પર ઢોળતા માંડવીયાએ જણાવ્યું કે સમસ્યા શું છે.

ઉપરાંત તેમને કહ્યું કે તેના માટે કોણ જવાબદાર છે તે સ્પસ્ટ બન્યું છે, અને તે પણ એવા સંજોગોમાં કે જ્યારે કેન્દ્ર સરકારે પહેલેથી જ રાજ્યોને રસીની ઉપલબ્ધતાની જાણ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*