ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ફરી એક વખત હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ચાર દિવસમાં વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અને હવામાન વિભાગની આગાહી મુજબ દરિયાકિનારે ભારે પવન ફૂંકાય શકે છે.
ઉપરાંત દરિયાકિનારાના વિસ્તારોમાં નંબરના 3 ભયજનક સિગ્નલ લગાવ્યા છે. ઉપરાંત પોરબંદર, અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
ઉપરાંત વડોદરા, ગાંધીનગર અને અમદાવાદ માં વરસાદ પડી શકે છે. તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે.
આવતીકાલે જુનાગઢ, રાજકોટ, સુરત, નવસારી, વલસાડ, દ્વારકા, જુનાગઢ, પોરબંદર, દીવાને ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ ગુરૂવારના રોજ પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા, જુનાગઢ, કચ્છ, દીવ, ખેડા, અમદાવાદ, વડોદરા, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતાઓ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5.85 ઈંચ સાથે મોસમનો સરેરાશ 17.70 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં લો પ્રેશર સર્જાયું છે તેના કારણે 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન સાથે વરસાદ પડી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment