ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે તૈયારી શરૂ, આ પક્ષનું પલડુ છે ભારે…

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી 2022માં યોજાવાની છે પરંતુ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ મેદાનમાં જોવા મળશે.

આ ઉપરાંત 2022માં વિધાનસભાની ચૂંટણીમાં ઓવેસી ની પાર્ટી AIMIM ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા કરશે. જેના કારણે રાજકારણ ગરમાયું છે.

ઉપરાંત 2017ની વિધાનસભાની ચૂંટણી જોઈએ તો ભારતીય જનતા પાર્ટીને 49.1 ટકા મત પ્રાપ્તિ થઈ હતી અને કોંગ્રેસને 41.4 ટકા મત પ્રાપ્તિ થઈ હતી. ભાજપને કુલ 14724427 મત મળ્યા અને કોંગ્રેસને કુલ 12438937 મત મળ્યા હતા.

તેમજ પાંચ લાખ મતદારોએ અન્ય વિકલ્પ પસંદ કર્યો હતો. ઉપરાંત 2012 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 115 બેઠકો પ્રાપ્ત કરી હતી. 2012 ની સરખામણીમાં 2017 માં ભાજપને 16 બેઠક નો ઘટાડો થયો હતો.

આગામી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી ને ફાયદો થશે કે કોંગ્રેસને થશે તેને લઈને રાજકીય ગણતરીઓ માંડી વાળવામાં આવી રહી છે. રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ ના મત મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઓવેસીના પાર્ટીના કારણે ભારતીય જનતા પાર્ટીને સારો ફાયદો થશે.

જેના કારણે તે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ પોતાની જીત મેળવશે અને ગુજરાતમાં સત્તા જાળવી રાખશે. ઉપરાંત કોંગ્રેસ પાર્ટીની મતબેંક ગણાતી આદિજાતિ મુસ્લિમ અને અનુસૂચિત જાતિ માં AIMIM ના કારણે મતોનું વિભાજન થવાને લીધે કોંગ્રેસની બેઠકમાં ઘટાડો થશે.

આ ઉપરાંત શહેરી વિસ્તારની બેઠકો પર આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના મતમાં ગાબડું પાડી શકે છે. શહેરી વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના એન્ટ્રી ના કારણે કોંગ્રેસનું ધોવાણ થઈ ગયું છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને સૌથી મોટું નુકસાન થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*