ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ડોક્ટર ડે ના દિવસે ગુજરાતના તમામ ડોક્ટરો અને દેશના ડોક્ટરોને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત તેમને કહ્યું કે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનેના ડોક્ટર હંમેશા દેશમાં કોઈપણ મહામારી આવે તો સતત મદદમાં તત્પર રહે છે.
છેલ્લા દોઢ વર્ષથી કોરોના સામેની જંગ જીતવા માટે ડોક્ટર સમુદાય લોકોની સેવા કરીને તેમનો જીવ બચાવી રહ્યા છે. ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાની મહામારી મૃત્યુ પામેલા ડોક્ટરને નમન કર્યું હતું.
તેમજ સીએમ રૂપાણી facebook માં લાવવા જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ડોક્ટર ડે ડોક્ટર બી.સી.રોયની યાદમાં મનાવવામાં આવે છે.
- તેમજ મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોનાની મહામારીમાં ડોક્ટર આ જંગ માટે ફ્રન્ટ લાઈન વોરિયર્સ બન્યા છે. આપણે જાણીએ છીએ કે કોરોનાવાયરસ પોતાનો રૂપરંગ બદલતો રહે છે તેવામાં ડોક્ટરો અનેક દર્દીઓ ના જીવ બચાવી ચૂક્યા છે.
કોરોનાદર્દીની સારવારમાં ડોક્ટરો સફેદ પીપીઈ કીટ પહેરીને ડોક્ટર પોતાના જીવનની પણ ચિંતા કરતા નથી. પોતાની ફેમિલી ને ભૂલીને કોરોના ના દર્દીઓ માટે સતત કાર્યરત રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment