દેશમાં આજે સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો. પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 23 પૈસા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 25 પૈસા નો વધારો કર્યો છે. માહિતી મુજબ કહેવામાં આવ્યું છે કે પેટ્રોલની કિંમત 125 રૂપિયા પ્રતિ લીટર પાર થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ નો ભાવ સતત વધી રહ્યો છે. તેના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં દેશની જનતાને રાહત મળતી નથી અને સતત ભાવ વધારો થાય છે.
છેલ્લા 50 દિવસમાં 29 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 7.36 રૂપિયા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 7.57 રૂપિયાનો વધારો થયો છે.
દેશમાં 13 શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યો છે. તેમાં મુંબઈ, રત્નાગીરી, ઔરંગાબાદ, જેસલમેર, ગંગાનગર, હૈદરાબા, ઇન્દોર, જયપુર, ગોપાલ, લેહ, બાસવાડા, ભોપાલ, કાકીનાડા, ગુટુર, ચિકમંગલુર, શિવમોગ્ગા વગેરે શહેરમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર છે.
જે રીતે પેટ્રોલ-ડીઝલનો ભાવ વધી રહ્યો છે. ડોલર કરતાં ભારતનો રૂપિયો નબળો પડે છે તે માટે કાચા તેલના ભૂગતાનને માટે વધારે ચૂકવવાના રહેશે.
સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2-3 રૂપિયાનો ઘટાડો કરશે તો પણ સામાન્ય જનતાના હિતમાં નથી. દેશના દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો કે ઘટાડો થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment