ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર માં કોરોના ના કેસ રાજ્યમાં લોકડાઉનના પ્રતિબંધો હળવા કર્યા છે. રાજ્યમાં રેસ્ટોરન્ટ અને હોટલો સવારના 9 થી સાંજના 7 વાગ્યા સુધી 50% સમતા સાથે ખુલ્લું રાખવાની છૂટ આપી છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટ 12 વાગ્યા સુધી હોમડિલિવરી કરી શકશે.
આ તમામ નિયમો 26 જૂન સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત રાજ્યમાં તમામ દુકાનો, લારી ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્સ વગેરે પણ 7 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
ઉપરાંત રાજ્યમાં લાયબ્રેરી પણ 50 ટકા સાથે ખુલ્લી રાખવાની પરવાનગી આપી છે. આ ઉપરાંત રાજ્યમાં બાગ બગીચા, હેર સલૂન અને બ્યુટી પાર્લર 9:00 થી સાંજના 7:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
આ ઉપરાંત રાજ્યમાં વોટરપાર્ક, સ્વિમિંગ પૂલ, કોચિંગ ક્લાસ, ઓનલાઇન શિક્ષણ, ઓડિટોરિયમ વગેરે વસ્તુઓ હજી સુધી બંધ રહેશે. રાજ્યમાં ગઈકાલે કોરોના કેસની વાત કરી હતી કોરોના નવા 695 કેસો નોંધાયા છે.
આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કોરોના ના કારણે 11 દર્દીઓ ના મૃત્યુ થયા છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોના ના કારણે 9976 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોના માંથી રિકવરી રટે વધી ને 97.23 ટકા થઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment