સરકાર દ્વારા આ મહિનામાં આપવામાં આવી રહ્યા છે 1 કરોડ LPG ગેસ કનેક્શન, આ રીતે મેળવો લાભ.

જનતા માટે ખૂબ જ સારા સમાચાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત એક કરોડ નવા LPG ગેસ કનેક્શન આપવામાં આવશે. આ યોજનામાં ગરીબી રેખા નીચે આવતા લોકોને ગેસ કનેક્શન વિતરણ કરવામાં આવશે. તારીખ 31 જાન્યુઆરી 2021 સુધી આ યોજના હેઠળ 8.3 કરોડ એલપીજી કનેક્શન વિતરણ કરી દેવામાં આવ્યું છે.

સમગ્ર દેશમાં લોકડાઉન હતું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ એક જ હેઠળ લાભાર્થીઓને વિનામૂલ્યે ત્રણ સિલિન્ડરનું વિતરણ કર્યું હતું.

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ની શરૂઆત 1 મે 2016 માં કરવામાં આવી હતી. આ યોજનામાં જે પરિવાર ગરીબી રેખા નીચે આવે છે તેવા લોકોને ગેસ સિલેન્ડરનું વિતરણ કરવામાં આવતું હતું.

આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી ફરજીયાત છે. અરજદાર BPL કાર્ડ ધારક હોવો જરૂરી છે. આ યોજના સબસીડી મેળવવા માટે અરજદાર મહિલા નું ખાતું કોઈપણ રાષ્ટ્રિયકૃત બેન્કમાં બચત ખાતું હોવું જરૂરી છે. અને આ ઉપરાંત જે વ્યક્તિ અરજદાર હોય તે પરિવારમાં એક પણ LPG કનેક્શન ન હોવું જોઈએ.

આ યોજનામાં અરજી કરવા માટે બીપીએલ રાશન કાર્ડની જરૂર પડશે. આ ઉપરાંત પંચાયત વડાના અધિકૃત બીપીએલ પ્રમાણપત્ર, આધારકાર્ડ તો ચૂંટણી કાર્ડ હોવું જોઈએ, તાજેતરમાં પકડાયેલા પાસપોર્ટ સાઇઝના ફોટા, સંપર્ક માહિતી, જન ધન ખાતા ને નંબર જેવી મૂળભૂત વિગતો વગેરે વસ્તુની જરૂર પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*