હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં 15 થી 20 જૂન વચ્ચે વરસાદનું આગમન થઇ શકે છે. અને આગાહી મુજબ આગામી બે દિવસોમાં રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થાય તેવી સંભાવના હતી. આ ઉપરાંત સાથે કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે અને હળવાશ પડતો વરસાદ પણ પડી શકે છે.
ગઈકાલે કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસોમાં ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં વાતાવરણમાં મોટો ઉલટ પલટ થઈ શકે છે. આ ઉપરાંત રાજ્યમાં વાતાવરણમાં ફેરફાર થતા ભારે પવન ફૂંકાય શકે છે.
અને કેટલાક વિસ્તારોમાં તો હળવાસ પડતો વરસાદ પણ પડી શકે છે. આગામી બે દિવસ માં દક્ષીણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાદળ છાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે. જો રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી થશે તો તેઓ ભરૂચ, તાપી, ડાંગ, સહિતના જિલ્લાઓમાં સૌ પ્રથમ વરસાદ પડે તેવી સંભાવના રહેશે.
આ ઉપરાંત મહારાષ્ટ્રમાં 13 થી 15 જૂન વચ્ચે રાજ્યમાં વરસાદ નું આગમન થઇ શકે છે. આ વખતે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અન્ય શહેરોમાં સૌથી પહેલા વરસાદનું આગમન થઇ શકે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે કચ્છમાં વરસાદ મોડો પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 20 જૂનના રોજ રાજ્યના ઘણા વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ શકે છે. આ વર્ષે રાજ્યમાં મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment