દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં બે દિવસના આરામ બાદ ફરી એક વખત પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થયો. પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે. ટૂંક સમયમાં જ ડીઝલનો ભાવ પણ 100 રૂપિયાને પાર થાય તેવી શક્યતા છે.
રાજસ્થાનમાં હાલમાં પ્રતિ લીટર ડીઝલ ની કિંમત રૂપિયા 98 છે. છેલ્લા 19 દિવસો માં ઈંધણ તેલ પ્રતિ લીટર ચાર રૂપિયા મોંઘુ થયું છે. 2021 ની શરૂઆત થી જ ઈંધણ તેલના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. 2021 માં ઈંધણ તેલ 12 રૂપિયા મોંઘું થયું છે.
આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોઈએ તો પેટ્રોલમાં પ્રતિ લીટર 27 પૈસાનો વધારો થયો છે અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 28 પૈસાનો વધારો કરવામાં આવ્યો. વૈશ્વિક બજારમાં કાચું તેલ નો ભાવ 71 ડોલર પ્રતિ બેરલનો છે.
દેશના મુખ્ય ચાર શહેરોના પેટ્રોલ-ડીઝલના ભાવ જોઈએ તો દેશની રાજધાની દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 94.76 રૂપિયા છે અને દિલ્હીમાં ડીઝલનો પ્રતિ લીટર ભાવ 94.49 રૂપિયા છે. મુંબઈમાં હાલમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 100.98 રૂપિયા છે અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ 100.72 રૂપિયા છે.
કોલકાતામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 94.75 રૂપિયા છે અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ 94.50 રૂપિયા છે. ચેન્નઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 96.23 રૂપિયા છે અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ 95.99 રૂપિયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment