દેશમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસમાં દેશના રાજ્યોમાં અલગ-અલગ વિસ્તારમાં પડશે વરસાદ. ગયા વર્ષ કરતાં આ વર્ષે વરસાદ નું આગમન થોડુંક મોડું થયું છે. અને આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે ચોમાસુ ખેડૂતોને મદદગાર રહેશે. આગાહી મુજબ દક્ષિણ અને પશ્ચિમ ના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં સામાન્ય વરસાદ વરસી શકે તેવી સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર જૂન મહિનામાં સામાન્ય વરસાદ રહેશે આ દરમિયાન ખેડૂતોને વાવેતર કરી શકે છે.
જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીમાં દેશમાં લગભગ 101 વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે.
ભરૂચ શહેરમાં વહેલી સવારે જ વાતાવરણમાં પલટો થઈ ગયો હતો. અને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અને વરસાદ પડવાના કારણે રાજયના મોટાભાગના વિસ્તારમાં ઠંડક નુ પ્રસરણ થઈ ગયું છે. સુરતમાં પણ આજે વહેલી સવારે અડાજણ પાલ વિસ્તારમાં સવારે બાધારણ પલટો થયો હતો.
પાલ અને અડાજણ વિસ્તારમાં વહેલી સવારે ઝરમર વરસાદ પડયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 15 થી 20 જૂન સુધી વચ્ચે રાજ્યમાં ચોમાસાનું આગમન થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment