ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ સાથે સિંગતેલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. કપાસિયા તેલ અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક ડામ પડ્યો છે. પેટ્રોલ-ડીઝલ સાથે સિંગતેલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.
અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. કપાસિયા તેલમાં છેલ્લા પાંચ દિવસમાં 60 રૂપિયા નો મોટો વધારો થયો છે. સીંગતેલ અને સન ફ્લાવર્સમાં 50 રૂપિયાનો વધારો નોંધાયો છે અને સાથે સોયા અને પામ તેલમાં 40 રૂપિયાનો વધારો નોંધાયો છે.
સીંગતેલ નો ભાવ ડબે 2700 રૂપિયાને પાર પહોંચ્યા છે જ્યારે કપાસિયા તેલ નો ડબ્બો 2450 રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે સન ફ્લાવર્સ નો ભાવ 2700 રૂપિયા છે.
અને પામ તેલ નો ભાવ 2150 રૂપિયા સુધી પહોંચ્યા છે તો બીજી તરફ મકાઈ તેલ ના ભાવ 2250 અને સોયાબીન નો ભાવ 2500 રૂપિયા થયો છે.
મહામારીના કાળમાં મોંઘવારીનો માર સતત જનતા પર પડી રહો છે. એક તરફ ખાધતેલની સાથે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
અમદાવાદમાં પેટ્રોલમાં 23 પૈસા જ્યારે ડીઝલમાં 30 પૈસા વધ્યા છે. અમદાવાદમાં પેટ્રોલ નો આજનો ભાવ 88.10 રૂપિયા પ્રતિ લીટર છે અને અમદાવાદમાં ડીઝલનો ભાવ 87.66 રૂપિયા પ્રતિ લીટર ચૂકવવો પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment