ઉત્તર પ્રદેશ પંચાયતની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના બનારસ, પ્રયાગરાજ અને અયોધ્યા જેવા જિલ્લામાં ભાજપને ધૂળ ચટાવી દીધી છે. ઉત્તર પ્રદેશના ત્રિસ્તરીય પંચાયતના તમામ પરિણામ લગભગ જાહેર થઈ ચૂકયા છે અને અનેક જગ્યાઓ પર તમામ સત્તાવાર જાહેરાત બાકી છે.
જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમામ પરિણામો આવી ચૂક્યા છે. સમાજવાદી પાર્ટીએ ભાજપને પછાડી જીત મેળવી છે.
અત્યાર સુધીના જાહેર થયેલા પરિણામ મુજબ સમાજવાદી પાર્ટીના 742 ઉમેદવારોને જીત મળી છે જ્યારે ભાજપના 679 ઉમેદવારને જીત મળી છે.
અને બસપાના 320 ઉમેદવારોને જીત મળી છે ત્યારે કોંગ્રેસ તથા અન્ય સહિત 1309 નિર્ડલિયોએ જિલ્લાની ચૂંટણીમાં બાજી મારતા અનેક જિલ્લામાં જિલ્લા પંચાયતના અધ્યક્ષની ખુરશી ની ચાવી પોતાના હાથમાં રાખી છે.
સમાજવાદી પાર્ટીની જીત પર પાર્ટી પ્રવક્તા અનુરાગ કહ્યું કે પંચાયતની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના બનારસ, પ્રયાગરાજ અને અયોધ્યા જેવા જિલ્લામાં ભાજપને ધૂળ ચટાવી દીધી છે.
એટલું જ નહીં કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જનપદ ગોરખપુરમાં સમાજવાદીઓ એ ભાજપ નું નાક દબાવી રાખ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment