પ્રધાનમંત્રી મોદીએ કરી અત્યંત મહત્વની બેઠક, મંત્રીઓને તાબદતોડ આપ્યો આ આદેશ.

પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે મોટી બેઠક કરીને કેબિનેટ ના મંત્રીઓને તેમના વિસ્તારના લોકોની સાથે સંપર્કમાં રહી તેમને મદદ કરવાનો આદેશ આપ્યો.શુક્રવારે પ્રધાનમંત્રી મોદીએ કોરોનાના મુદ્દે ચર્ચા કરવા ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી જેમાં કેબિનેટના મંત્રી ઓ એ ભાગ લીધો હતો.

બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે દેશમાં કોરોના ની બગડતી જતી પરિસ્થિતિને પહોંચી વળવા સરકારના તમામ વિભાગો એક થઈને ઝડપથી કામ કરી રહ્યા છે.

બેઠકમાં છેલ્લા 14 મહિનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની સમીક્ષા કરવામાં આવી હતી.નોંધનીય છે કે ગઈકાલે ગુજરાત રાજ્ય 14327 નવા કેસ નોંધાયા છે.

રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે. છેલ્લા ચાર દિવસથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે.

રાજ્યમાં કોરોના સંક્રમણ થી વધુ 180 લોકોના મૃત્યુ થયા છે અને તેની સાથે કુલ મૃત્યુઆંક 7010 પર પહોંચી ગયો છે.

વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 96,33,415 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 22,89,426 લોકોને કોરોના ની રસી નો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ ફૂલ 1,19,22,841 લોકોને રસીકરણ નો ડોઝ આપવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*